રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમને 'સાધુચરિત ત્રિવેદી સાહેબ' તરીકે બીરદાવ્યા હતા તેવા પ્રોફેસર જે. પી. ત્રિવેદી સાહેબની સ્મૃતિમાં સ્થાપન થયેલ ટ્રસ્ટની મુખ્ય બે પ્રવૃતિઓ - અતિથિગૃહ ૧૯૫૬થી અને વિદ્યાર્થીઓની હોસ્ટેલ ૧૯૬૧થી અવિરતપણે ચાલે છે.
અતિથિગૃહમાં સંપૂર્ણ ઘરવખરી સાથે ઍક રૂમ રસોડું અને સ્વતંત્ર ટોયલેટ વાળા ૧૬ બ્લૉક તેમજ બે રૂમ રસોડું અને સ્વતંત્ર ટોયલેટ વાળા ચાર બ્લૉક છે. પૂનામાં ટૂંક સમય માટે રહેવા આવનાર અતિથિઓ ટ્રસ્ટે બનાવેલા નિયમોને આધીન અતિથિગૃહનો લાભ લઈ શકશે.
અતિથિગૃહમાં રિઝર્વેશન કરાવવા માટે ટ્રસ્ટે બનાવેલ અરજીપત્રક ભરીને મંજુર કરાવવાનુ રહેશે.
હોસ્ટેલમાં આધુનિક સુવિધાઓ યુક્ત ૧૩૨ વિદ્યાર્થીઓને સારી સગવડ મળી શકે તેવુ ૫ માળનુ મકાન બાંધવામા આવ્યુ છે. દરેક રૂમમાં ૩ વિદ્યાર્થીઓ આરામથી રહી શકે તેવા ૪૪ રૂમ છે.બધા રૂમોમાં પડદા સાથે સ્લાઇડીંગ બારી,સ્વતંત્ર સંડાસ, બાથરૂમ,વોશબેસિન ઉપરાંત વિદ્યાર્થી દીઠ પલંગ, ગાદલુ,ખુરશી, સ્ટડી ટેબલ,કબાટ,તેમજ સ્વતંત્ર પ્લગ પોઇટંની સગવડ આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓને સાત્વીક ભોજન મળી રહે તેવા ભોજનગૃહ ની વ્યવસ્થા કરેલી છે. વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય તે દૃષ્ટિએ રાત્રે પ્રાર્થનાનુ આયોજન કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને વગર ખલેલે અભ્યાસ થઇ શકે માટે અલાયદા સ્ટડીરૂમ ની વ્યવસ્થા છે.ટેબલ ટેનીસ,કેરમ જેવી ઇન્ડોરગેમની સગવડ કરેલ છે
Chairman
Managing Trustee
Hon. Secretary
Hon.Jt.Secretary
Trustee
Trustee
Trustee
Trustee